📢GPSSB ભરતી 2026: મુખ્ય સેવિકા (Class-3) માટે 169 જગ્યાઓ – સંપૂર્ણ માહિતી

📌 ભરતી વિશે મહત્વની માહિતી

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા વર્ષ 2026 માટે મુખ્ય સેવિકા (Class-3) ની મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત કુલ 169 જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

👉 ખાસ નોંધ: આ ભરતી ફક્ત મહિલા ઉમેદવારો માટે જ છે, એટલે કે પુરુષ ઉમેદવારો અરજી કરી શકશે નહીં.

📅 મહત્વની તારીખો

  • 📥 અરજી શરૂ તારીખ: 18 એપ્રિલ 2026
  • ⏳ અરજી કરવાની છેલ્લી તારીખ: 09 મે 2026
  • 💳 ફી ભરવાની છેલ્લી તારીખ: 09 મે 2026

👉 ઉમેદવારોએ સમયસર અરજી કરવાની સલાહ આપવામાં આવે છે, છેલ્લી તારીખ સુધી રાહ ન જોવી.

WhatsApp WhatsApp Channel
Join Now

📊 જિલ્લા મુજબ Category-wise જગ્યાઓ (GPSSB Mukhya Sevika 2026)

ક્રમજિલ્લાGeneralSEBCSCST
1અમદાવાદ3000
2અમરેલી2000
3આણંદ1200
4અરવલ્લી0000
5બનાસકાંઠા0000
6ભરુચ2102
7ભાવનગર1000
8બોટાદ1000
9છોટા ઉદેપુર4411
10દાહોદ7528
11દેવભૂમિ દ્વારકા4100
12ડાંગ2100
13ગાંધીનગર0100
14ગીર સોમનાથ4100
15જામનગર0000
16જુનાગઢ0000
17કચ્છ9411
18ખેડા2101
19મહીસાગર3102
20મહેસાણા1200
21મોરબી0000
22નર્મદા4002
23નવસારી0004
24પંચમહાલ0104
25પાટણ1000
26પોરબંદર0100
27રાજકોટ0000
28સાબરકાંઠા4000
29સુરત2505
30સુરેન્દ્રનગર0000
31તાપી0003
32વડોદરા4200
33વલસાડ3300
34વાવ-થરાદ7301

આ પણ વાંચો : CRPF Constable Recruitment 2026: 9,195 જગ્યાઓ માટે બમ્પર ભરતી, જાણો લાયકાત અને અરજી કરવાની રીત

📌 મહત્વની નોંધ

કુલ જગ્યાઓ: 169

સૌથી વધુ જગ્યા દાહોદ : 24

તેના પછી સુરત : 18 અને કચ્છ : 16

કેટેગરીજગ્યાઓ
General69
EWS21
SEBC39
SC4
ST36

👉 કુલમાંથી 11 જગ્યાઓ દિવ્યાંગ (PwD) ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે.


Official Notificationઅહી ક્લિક કરો.
Official Websiteઅહી ક્લિક કરો.
Apply Onlineઅહી ક્લિક કરો.

🎓 શૈક્ષણિક લાયકાત

ઉમેદવાર પાસે નીચેના વિષયોમાંથી કોઈ એકમાં ડિગ્રી હોવી જરૂરી છે:

  • Home Science (ગૃહ વિજ્ઞાન)
  • Sociology (સમાજશાસ્ત્ર)
  • Child Development (બાળ વિકાશ)
  • Nutrition (પોષણ)
  • Social Work (સમાજકાર્ય)

👉 ઉમેદવાર પાસે Bachelor અથવા Master Degree હોવી આવશ્યક છે.

✔️ અન્ય જરૂરી લાયકાત

  • કમ્પ્યુટર જ્ઞાન ફરજિયાત
  • ગુજરાતી અથવા હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી

Syllabus મુખ્ય સેવિકા (Class-3)

SyllabusMarksMedium of Exam
General Awareness and General
Knowledge*
35Gujarati
Gujarati Grammar20Gujarati
English Language and Grammar20English
General Mathematics, Reasoning
& Data Interpretation
25Gujarati
Questions assessing the requisite
knowledge for the job and technical
knowledge with regard to the
educational qualification.
100Gujarati
  • સમય : 3 કલાક
  • પરીક્ષા પધ્ધતિ : MCQ

આ પણ વાંચો : અધિક મદદનીશ ઇજનેર (ઇલેક્ટ્રિકલ) ભરતી 2026 – સંપૂર્ણ માહિતી, લાયકાત, સિલેબસ અને ઓનલાઈન અરજી પ્રક્રિયા


પગારધોરણ મુખ્ય સેવિકા (Class-3)

  • પ્રથમ 5 વર્ષ માટે Rs: 40800 ફિક્સ મળવા પત્ર રહશે.

🎯 વય મર્યાદા

  • મહત્તમ વય: 37 વર્ષ

👉 સરકારી નિયમ મુજબ SC/ST/SEBC/EWS અને મહિલા ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.


💰 અરજી ફી

  • General Category: ₹100 + Service Charge
  • SC/ST/SEBC/EWS/PwD/Ex-servicemen: ફી મુક્ત

👉 ફી ભર્યા વગર અરજી માન્ય ગણાશે નહીં (જ્યાં લાગુ પડે ત્યાં).


🖥️ અરજી કરવાની પ્રક્રિયા

📝 GPSSB મુખ્ય સેવિકા ભરતી: ઓનલાઇન અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા

ઉમેદવારોએ OJAS Gujarat ની વેબસાઇટ પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે નીચેના સ્ટેપ્સ અનુસરો:

૧. જાહેરાત પસંદ કરવી

  • સૌ પ્રથમ ઓજસની વેબસાઇટ પર જઈ “Current Advertisement” માં “View All” પર ક્લિક કરો.
  • ત્યારબાદ “Select Advertisement by Department” માં GUJARAT PANCHAYAT SERVICE SELECTION BOARD (GPSSB) પસંદ કરો.
  • ત્યાં મુખ્ય સેવિકાની જાહેરાત (ક્રમાંક: ૦૫/૨૦૨૬-૨૭) સામે આપેલ “Apply” બટન પર ક્લિક કરો.

૨. રજીસ્ટ્રેશનના બે વિકલ્પો

અરજી બે રીતે કરી શકાય છે:

  1. Apply With OTR: જો તમારી પાસે One Time Registration (OTR) નંબર હોય, તો તે અને જન્મતારીખ નાખીને અરજી કરી શકાય છે. આનાથી તમારી વિગતો અને ફોટો-સહી આપમેળે આવી જશે.
  2. Skip OTR: જો OTR ન હોય, તો ‘Skip’ બટન દબાવીને તમારી તમામ પર્સનલ વિગતો, શૈક્ષણિક લાયકાત અને અન્ય વિગતો જાતે ભરી શકો છો.

૩. ફોટો અને સહી અપલોડ કરવા

  • ફોટોગ્રાફ: તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો (Size: 15 KB સુધી).
  • સહી (Signature): સફેદ કાગળ પર સહી કરી સ્કેન કરેલી નકલ (Size: 15 KB સુધી).
  • ખાસ નોંધ: જે ફોટો અપલોડ કરો તેની ૪ થી ૫ નકલો સાચવી રાખવી, કારણ કે પરીક્ષા સમયે અને હાજરી પત્રકમાં તે જ ફોટો ચોંટાડવાનો રહેશે.

૪. અરજી સેવ (Save) અને કન્ફર્મ (Confirm) કરવી

  • બધી વિગતો ભર્યા પછી “Save” પર ક્લિક કરો. આનાથી તમારો Application Number જનરેટ થશે.
  • ત્યારબાદ “Confirm Application” પર ક્લિક કરી એપ્લિકેશન નંબર અને જન્મતારીખ નાખો.
  • કન્ફર્મ કરતા પહેલા “Show Application Preview” પર ક્લિક કરી બધી વિગતો ચકાસી લો. એકવાર કન્ફર્મ થયા પછી કોઈ સુધારો કરી શકાશે નહીં.
  • અરજી કન્ફર્મ થયા પછી જે “Confirmation Number” મળે તેને સાચવી રાખવો.

૫. અરજી ફી (ફક્ત જનરલ કેટેગરી માટે)

  • અરજી કન્ફર્મ થયા પછી જનરલ કેટેગરીના ઉમેદવારોએ ₹૧૦૦/- + સર્વિસ ચાર્જ SBI e-pay ના માધ્યમથી ઓનલાઇન ભરવાના રહેશે.
  • ફી ભર્યા વગર અરજી માન્ય ગણાશે નહીં.

⚠️ મહત્વની સૂચનાઓ:

  • ચકાસણી: તમારું નામ, પિતાનું નામ, અટક અને જન્મતારીખ તમારા ઓરિજનલ પ્રમાણપત્રો મુજબ જ લખવા. સ્પેલિંગમાં ભૂલ હશે તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે ઉમેદવારી રદ થઈ શકે છે.
  • પ્રિન્ટ આઉટ: અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢીને તમારી પાસે સુરક્ષિત રાખવી.

💰 અરજી ફી અને પેમેન્ટની સંપૂર્ણ માહિતી

GPSSB મુખ્ય સેવિકા ભરતી માટે કેટેગરી મુજબ અરજી ફી નીચે મુજબ રાખવામાં આવેલી છે:

૧. ફી કોણે ભરવાની રહેશે?

  • જનરલ (General) કેટેગરી: જે ઉમેદવારોએ ફોર્મ ભરતી વખતે ‘General’ કેટેગરી પસંદ કરી હોય, તેમણે અરજી ફી ભરવી ફરજિયાત છે.
  • ફી માંથી મુક્તિ: નીચે મુજબની કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી:
    • અનુસૂચિત જાતિ (SC)
    • અનુસૂચિત જનજાતિ (ST)
    • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC / OBC)
    • આર્થિક રીતે નબળા વર્ગો (EWS)
    • માજી સૈનિક (Ex-serviceman) – તમામ કેટેગરી
    • શારીરિક અશક્તતા (દિવ્યાંગ) ધરાવતા ઉમેદવારો (PwD) – તમામ કેટેગરી

૨. ઓનલાઇન ફી ભરવાની પદ્ધતિ (SBI e-pay)

સામાન્ય વર્ગના ઉમેદવારો ઓનલાઇન માધ્યમથી ફી ભરી શકશે. તેની પ્રક્રિયા નીચે મુજબ છે:

  1. સૌ પ્રથમ OJAS Gujarat વેબસાઇટ પર જાઓ.
  2. ત્યાં “Online Payment of Fees” વિકલ્પ પર ક્લિક કરો.
  3. ત્યારબાદ તમે Debit Card, Credit Card, UPI, Internet Banking અથવા NEFT દ્વારા ફી ભરી શકશો.
  4. ફી સફળતાપૂર્વક જમા થયા પછી સ્ક્રીન પર ઈ-રિસીપ્ટ (E-Receipt) જોવા મળશે, જેની પ્રિન્ટ કાઢી લેવી ખૂબ જ જરૂરી છે.

૩. જો ઓનલાઇન ફી ભરવામાં ચૂકી ગયા હોવ તો? (Process Fee)

જો કોઈ સામાન્ય વર્ગનો ઉમેદવાર નક્કી કરેલી સમયમર્યાદામાં ઓનલાઇન ફી ભરી શકતો નથી, તો મંડળ દ્વારા તેમને વધુ એક તક આપવામાં આવે છે:

  • આવા ઉમેદવારો તા. ૧૧/૦૫/૨૦૨૬ થી તા. ૧૩/૦૫/૨૦૨૬ દરમિયાન ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની કચેરીએ રૂબરૂ જઈ શકે છે.
  • ત્યાં ₹૫૦૦/- (અંકે પાંચસો પૂરા) પ્રોસેસ ફી રોકડથી જમા કરાવીને પોતાની અરજી માન્ય કરાવી શકે છે અને કોલલેટર ડાઉનલોડ કરી શકે છે.
  • નોંધ: આ સુવિધા માત્ર એવા ઉમેદવારો માટે છે જેમણે અરજી કન્ફર્મ કરેલી હોય પણ ફી ભરવાની બાકી હોય.

⚠️ મહત્વની સૂચના: અરજી ફી ભર્યા બાદ કોઈપણ સંજોગોમાં રિફંડ (પરત) મળશે નહીં. તેમજ જે ઉમેદવારોએ ફી ભરવાની થતી હોય અને ફી નહીં ભરી હોય, તેમની અરજી રદ ગણવામાં આવશે અને તેમને પરીક્ષાના કોલલેટર મળશે નહીં.


📝 પસંદગી પ્રક્રિયા

પસંદગી નીચે મુજબ થશે:

  • MCQ આધારિત પરીક્ષા
  • CBRT (Computer Based Test) અથવા OMR પદ્ધતિ

👉 અંતિમ પસંદગી Merit List આધારે કરવામાં આવશે.


📢 મહત્વપૂર્ણ સૂચનાઓ

  • આ ભરતી માત્ર મહિલા ઉમેદવારો માટે જ છે
  • તમામ documents Verification સમયે ચકાસવામાં આવશે
  • અરજી કરતી વખતે સાચી માહિતી આપવી ફરજિયાત છે
  • Mobile નંબર અને Email ID સક્રિય રાખવી

⭐ વધારાના લાભ

  • Widow ઉમેદવારોને 5% વધારાના માર્ક્સ મળશે
  • Sports ઉમેદવારોને પણ વધારાના ગુણ આપવામાં આવશે

❗ સામાન્ય ભૂલો (આ ટાળો)

  • ખોટી માહિતી દાખલ કરવી
  • સમયસર ફી ન ભરવી
  • Document mismatch
  • એકથી વધુ ફોર્મ ભરવું

🔍 નિષ્કર્ષ

GPSSB મુખ્ય સેવિકા ભરતી 2026 મહિલાઓ માટે એક ઉત્તમ તક છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો સમયસર અરજી કરીને આ તકનો લાભ લઈ શકે છે.

👉 યોગ્ય તૈયારી અને સંપૂર્ણ માહિતી સાથે અરજી કરશો તો પસંદગીની સંભાવના વધશે.

WhatsApp WhatsApp Channel
Join Now

❓ FAQs

Q1. શું પુરુષ ઉમેદવારો અરજી કરી શકે?
➡️ નહીં, આ ભરતી માત્ર મહિલાઓ માટે જ છે.

Q2. અરજી કેવી રીતે કરવી?
➡️ OJAS વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરવી પડશે.

Q3. પરીક્ષા કેવી રીતે લેવાશે?
➡️ MCQ આધારિત CBRT અથવા OMR પદ્ધતિથી.

Q4. ફી કેટલી છે?
➡️ General માટે ₹100, બાકીના કેટેગરી માટે ફી નથી.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *